કરજો કરજો નૈયા પાર, કનૈયા તારો છે આધાર
નાગર નંદજી ના લાલ, કનૈયા તારો છે આધાર
મારી ડગમગ ડોલે નૈયા, એને પાર કરો ને કનૈયા
પડીયા પડીયા છિદ્રો પાંચ , કનૈયા તારો છે આધાર
એકજ છિદ્રે નૈયા ડૂબે , પડતી જળમાં જઈને ઊંડે
તું છે આશા નો ઇક તાર , કનૈયા તારો છે આધાર
શ્રીનાથજી સુકાન હાથમાં ધરજો ,મારી નૈયા નિર્મળ કરજો
તમે છો ભવજળ તારણહાર, કનૈયા તારો છે આધાર
મનની મૂંઝવણ કોને કહીએ, હરદમ નામ તમારું લઈએ
નામે ઊતરીએ ભવપાર, કનૈયા તારો છે આધાર
ભક્તો ભજતાં તુજને કહે છે, વૈષ્ણવ તારા ભરોસે રહે
છે
આવો આવો મારી વહાર, કનૈયા તારો છે આધાર
Comments
Post a Comment